• મોદીના બીજા કાર્યકાળ દરમિયાન ભારત-જાપાન સંબંધ

  image_pdfimage_print
  1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
  મોદીના બીજા કાર્યકાળ દરમિયાન ભારત-જાપાન સંબંધ

  ઓસાકામાં જી -20 શિખર સંમેલનના આયોજનથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના બીજા કાર્યકાળમાં  પ્રથમ વખત જાપાનના વડા પ્રધાન આબે સાથે ચર્ચા કરવાની તક મળી છે. 2019ની શરૂઆતમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં નિર્ણાયક બહુમતી પ્રાપ્ત કર્યા પછી, ફરી એક વખત મોદી અને તેમની સરકારને વિદેશી બાબતોમાં વધુ સરળતાપૂર્વક આગળ વધવાની તક મળી છે. તેમજ ડો.એસ. જયશંકરને વિદેશ પ્રધાન બનાવીને તેમણે તેમની સ્પષ્ટ વિદેશી બાબતોમાં તેમની સરકાર કેટલું મહત્વ આપે છે તેનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. આ અગાઉ, જયશંકર ભારતના વિદેશ સચિવ રહી ચૂક્યા છે અને યુએસએ, ચીન અને જાપાનમાં વિવિધ પદ પર કારકિર્દી રાજદ્વારી તરીકે પણ રહી ચૂક્યા છે.

  આબે અને મોદી ભૂતકાળમાં વિવિધ પ્રસંગોએ એકબીજાને મળ્યા છે અને જાપાન અને ભારતના વડા પ્રધાનના સ્તરે વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલનો પણ યોજતા રહ્યા છે. એકબીજા સાથેના ગાઢ  સંબંધોના સંકેત તરીકે, ભારત અને જાપાન વચ્ચે આ વર્ષના અંતે બંને વડા પ્રધાનો વચ્ચે વાર્ષિક શિખર સંમેલન પહેલા તેમની 2 + 2 બેઠક (તેમના વિદેશ અને સંરક્ષણ પ્રધાનો વચ્ચે) થશે.

  જાપાન અને ભારત વચ્ચેના મજબૂત સંબંધોના કારણો:

  અહીંયા સમજવું જોઈએ કે શીત યુદ્ધના યુગના અંત પછી, બંને દેશો કેવી રીતે એકબીજાની નજીક આવી રહ્યા છે.

  પ્રથમ કારણ:

   મોદી અને આબેની આગેવાની હેઠળ ભારત અને જાપાન વચ્ચેના સંબંધોમાં ખૂબ જ ઝડપથી સુધારો થયો છે. ગયા વર્ષે મોદી જ્યારે વાર્ષિક દ્વિપક્ષીય શિખર ચર્ચામાં ભાગ લેવા જાપાન આવ્યા ત્યારે આબેએ પોતાના અનોખા અંદાજમાં મોદીને ટોક્યો પાસે આવેલા યમનાશી નામના સુંદર ચિત્ર જેવા દેખાતા ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ સૂચવે છે કે બંને નેતાઓ વચ્ચે ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધ છે.

  બીજું કારણ:

   ભારત-પ્રશાંતના પ્રાદેશિક વાતાવરણને કારણે, બંને દેશો વચ્ચે સંબંધો વધુ ગાઢ બન્યા હતા. જાપાન અને ભારતના વધતા સંબંધોનું એક મુખ્ય કારણ ચીનનો ઉદય છે, બીજું કારણ યુ.એસ. સાથે ભારતની નિકટતા પણ છે, કારણ કે અમેરિકા અને જાપાન પહેલાથી જ મજબૂત સંબંધો ધરાવે છે.  આ સમયે, ત્રણેય (ભારત,જાપાન, અમેરિકા)  દેશોની નૌકાદળો સંયુક્ત રીતે મલબાર સમુદ્રી કવાયત કરતી રહે છે અને યુએસએ હાલમાં ભારતને ઘણા અબજ ડોલરના હથિયારો વેચી રહ્યું છે. હવે નવી દિલ્હી યુએસએમાં ઉત્પાદિત પી -8, સી -130 જે, સી -17, એએચ -64, અને સીએચ -47 જેવા લશ્કરી હથિયારો ખરીદી રહી છે. આને કારણે ભારત, યુએસએ અને જાપાન વચ્ચે લશ્કરી સાધનોના પરસ્પર ઉપયોગની સંભાવનાઓ હજી વધુ વધી રહી છે.

  ત્રીજું કારણ:

  આબે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે અંગત મજબૂત સંબંધો રચાયા હોવા છતાં, ટ્રમ્પની અવિશ્વસનીયતાએ આબેની પસંદગીઓને વધુ જટિલ બનાવી દીધી છે. જ્યારે ટ્રમ્પે યુ.એસ. ને ટ્રાંસ-પેસિફિક પાર્ટનરશીપ (TPP) માંથી બહાર કર્યું ત્યારે જાપાન યુ.એસ. વિના TPP માં રહ્યું, જેના પરિણામ રૂપે માર્ચ -2013 માં ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશિપ (સીપીટીપીપી) ના વ્યાપક અને પ્રગતિશીલ કરાર પર હસ્તાક્ષર પણ થયા. ટ્રમ્પે યુએસ-જાપાન સુરક્ષા સંધિની યોગ્યતા પર પણ સવાલ ઉઠાવ્યા, કારણ કે આ સંધિ જાપાન અને જાપાની હિતોનું રક્ષણ કરવા યુનાઇટેડ સ્ટેટ્સને પ્રતિબધ્ધ કરે છે, પરંતુ જાપાનીઓ પર સમાન જવાબદારી લાદતી નથી.

  ચોથું કારણ:  

  ટ્રમ્પની ઉત્તર કોરિયાની નીતિ પણ કપટપૂર્ણ લાગે છે. ઉત્તર કોરિયા પરમાણુ અથવા મિસાઇલ મોરચે કંઇ કરી રહ્યું ન હોવા છતાં, વોશિંગ્ટને પ્યોંગયાંગનો સંપર્ક કર્યો છે. આને કારણે જાપાનને જોખમ છે કારણ કે ઉત્તર કોરિયાએ ટૂંકી અને મધ્યમ રેન્જની મિસાઇલોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આનાથી અમેરિકાને કોઈ ખતરો નથી, પરંતુ જાપાન નિશાના પર આવે છે.

  પાંચમું કારણ:

  આબે તેની યોજના મુજબ ભારત જેવા દેશોનો સંપર્ક કરવામાં વ્યસ્ત છે. અહીં નોંધનીય છે કે જાપાનને ભારતના પૂર્વોત્તર ક્ષેત્રમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે અન્ય દેશોને આવી પરવાનગી હજુ સુધી મળી નથી. ભારત અને જાપાન અંદમાન અને નિકોબાર દ્રીપસમૂહમાં ડીઝલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે (જ્યારે અન્ય કોઈ દેશને ત્યાં રોકાણ કરવાની મંજૂરી નથી). આ ઉપરાંત, બંને દેશો શ્રીલંકામાં શ્રીલંકા પોર્ટ ઓથોરિટી (SLPA) સાથે ઇસ્ટ કન્ટેનર ટર્મિનલ વિકસાવવા સહયોગ કરશે. આ મોડેલ શ્રીલંકાના હેમ્બન્ટોટા બંદર કરતાં અલગ પ્રકારનાં રોકાણ મોડેલ છે, જેને ચીનને ભાડાપટ્ટે આપવામાં આવ્યું છે. બીજા વિશ્વ યુદ્ધના સમયથી, ટોક્યો તેના પાડોશી દેશો, દક્ષિણ એશિયા, ઉત્તરકોરિયા, રશિયા અને ચીન સાથે વિવાદમાં રહ્યું છે. ભારત સાથેના તેના સંબંધોનો પાયો એકદમ અલગ સ્તર પર છે. ભારત અને જાપાન વચ્ચે ક્યારેય કોઈ ઐતિહાસિક વિવાદ થયો નથી.

  ઠ્ઠું કારણ:

  જાપાનની કંપનીઓ માટે ભારત એક મોટો વ્યવસાય છે. શિંકનસેન (જાપાની બુલેટ ટ્રેન) ભારતના વ્યસ્ત મુંબઇ-અમદાવાદ વિભાગ પર દોડવા જઇ રહી છે. જાપાન તેની બુલેટ ટ્રેન ટેકનોલોજી અન્ય દેશોને વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તે હજી સુધી સફળ થઈ નથી. ઇન્ડોનેશિયાએ જાપાની બોલી કરતા જકાર્તા-બંડંગ હાઈસ્પીડ રેલ્વે ક્ષેત્ર માટે ચીની બોલી પસંદ કરી છે. વળી, વિશાળ વસ્તી અને વધતા મધ્યમ વર્ગના કારણે કોઈ પણ જાપાની કંપની ભારતને ખૂબ લાંબા સમય સુધી અવગણી શકે નહીં.

   આખરે નવી દિલ્હી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જંગી રોકાણની શોધમાં છે અને જાપાન એક મોટું રોકાણકાર છે. વિકાસશીલ દેશ હોવાને કારણે, ભારતના શહેરોમાં પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે. જાપાનની ગ્રીન ટેકનોલોજી ભારતને આ પ્રકારના પડકારનો સામનો કરવામાં મદદ કરી શકે છે.

  ભવિષ્યના અવરોધો:

  અહીં  કેટલાક મુદ્દાઓ દર્શાવ્યા છે જેના કારણે ભારત અને જાપાન એકબીજાની ખૂબ નજીક આવી શક્યા નથી.

  ચીન સાથેના ભારતના વેપાર સંબંધોની તુલનામાં, જાપાન સાથે તેના વેપાર સંબંધો ખૂબ વિકસિત નથી. 2017-18માં નવી દિલ્હી અને ટોક્યો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ફક્ત $ 15.71 અબજ ડોલર હતો, જ્યારે ચીન-ભારત દ્વિપક્ષીય વેપાર 2017 માં ભારત અને ચીન વચ્ચેના રાજકીય તનાવ હોવા છતાં $ 84.44 અબજ ડોલર હતો.

  મોટા પ્રમાણમાં સંભાવના હોવા છતાં બંને પક્ષ સંરક્ષણ ક્ષેત્રે સહયોગ કરવામાં નિષ્ફળ ગયા છે. ભારત વિશ્વના સૌથી મોટા શસ્ત્રોનો આયાત કરનાર દેશ છે, જ્યારે જાપાન આબેના કાર્યકાળ દરમિયાન હથિયારોની નિકાસમાં રોકાયેલ છે, પરંતુ જાપાનમાં આ બાબતે લોકોના મત જુદા છે. આ સમયે લોકોમાં મતભેદો પણ છે કે ભારત કઈ હદે અમેરિકાની નજીક જવા માંગશે. જોકે, તાજેતરના સમયમાં નવી દિલ્હી સાથે અમેરિકાના સંબંધો ખૂબ ગાઢ રહ્યા છે, સાથે જ ભારત બ્રિક્સનો સભ્ય પણ છે. અન્ય બ્રિક્સ સભ્યો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા છે. વધુમાં, જોઈએ તો નવી દિલ્હી ચીની અંકુશિત બેલ્ટ અને માર્ગ પહેલ (BRI) પ્રોજેક્ટમાં સામેલ થયું નથી, તેમ છતાં AIIB (એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક) નું સભ્ય છે.

  ભારત-પ્રશાંત ક્ષેત્ર મુદ્દે મંથન:

  જો ભારતની સામે કોઈ ગંભીર બાહ્ય સંકટ ઉભું થાય છે, તો જાપાન ભારત-પ્રશાંત ક્ષેત્રમાં તેનું સમર્થન  કરશે. એ ઉલ્લેખનીય છે કે ભારતમાં સરકારને જાપાન સાથે ગાઢ સંબંધ બનાવવા બધા દળોનું સમર્થન પ્રાપ્ત છે, એક એવા યુગમાં જ્યાં ચીન હંમેશા પ્રભુત્વ ધરાવે છે, એવા સમયે ભારત અને જાપાન એક બીજાની સાથે વધુને વધુ સહયોગ સાધવા માટે તપ્તર છે. વૉશિંગ્ટન સાથે નવી દિલ્હીના વધતા જતા સંબંધો  ઉપરાંત ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સમીકરણ બદલવાનું આ મુખ્ય કારણ છે. ટ્રમ્પ વહીવટીતંત્રે દક્ષિણ ચીન સમુદ્ર અને તાઇવાન સામુદ્રધૂનીમાં ફ્રિડમ ઓફ નેવિગેશન (FONOP’s) પ્રવૃત્તિઓમાં વધારો કર્યો છે. જાપાન અને ભારત વચ્ચે હિતનો કોઈ મોટો સંઘર્ષ નથી અને ટોક્યોની “મુક્ત અને ખુલ્લી ભારત-પ્રશાંત દ્રષ્ટિ” નવી દિલ્હીની “પૂર્વગામી” વ્યૂહરચનાને અનુરૂપ છે. આબેએ ઓગસ્ટ 2007 માં ભારતીય સંસદને સંબોધિત કરતી વખતે, “બે મહાસાગરોનું મહામિલન” ના પ્રખ્યાત ભાષણમાં તેનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે “પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગર હવે બંને દેશો વચ્ચે સ્વતંત્રતા અને સમૃદ્ધિના સમુદ્ર પુલ તરીકે કામ કરી રહ્યા છે”. નવી દિલ્હી અને ટોક્યો એક બીજાની નજીક આવતા હોવાથી, આ પણ સાબિત થઈ રહ્યું છે.

  image_pdfimage_print
  1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
 • Related Posts

  © 2019 – All Rights Reserved. Competition Pedia.